સમુદ્ર કિનારે એક બાળક રમતું હતું. એક મોજું આવ્યું ને એનું ચપ્પલ તણાઈ ગયું.
બાળકે સમુદ્રની રેતી પર લખ્યું *સમુદ્ર ચોર છે.*
થોડે દુર માછીમારો દરિયો ખેડીને માછલીઓ પકડી લાવ્યા હતા.
માછીમારોએ સમુદ્રની રેતી પર લખ્યું.
*સમુદ્ર અમારો પાલનહાર છે.*
એક મા નો દીકરો સમુદ્રમાં ડૂબીને મરી ગયો. એણે રેતી પર લખ્યું.
*સમુદ્ર મારા પૂત્રનો હત્યારો છે.*
એક ભાઈને સમુદ્ર કિનારેથી છીપમાં મોતી મળ્યું.
એણે રેતી પર લખ્યું.
*સમુદ્ર દાનવીર છે.*
અને એક મોટું મોજું આવ્યું, જે રેતી પરના આ ચારેય લખાણ ભૂંસીને ચાલ્યું ગયું.
આપણા માટે દરેક વ્યક્તિનો અભિપ્રાય અલગ-અલગ હોય છે. પણ આપણે સમુદ્રની જેમ કોઈના અભિપ્રાયની ચિંતા કર્યા વગર પોતાની મોજમાં રહેવું.