કે આગળ વધવું છે એક જ વિચારથી
બધી તકલીફો કાપી છે.
જેટલી પણ Error આવી છે,
વાંચી નથી.. ખાલી OK આપી છે.
કે કુદરતની જે ઈચ્છા હતી, એ વાતને થવા દીધી છે.
અફવાઓ ને હવા નહીં, દવા દીધી છે.
કંઇક થયુ એવું જે મારા હાથમાં ન હતું.
કહેવાયું એવું ધણુ જે વાતમાં ન હતું.
ભૂલ થઈ ગઈ તો ક્ષમા માંગી, બીજાની ભૂલ મા ફરમાવી માફી છે.
જેટલી પણ Error આવી છે,
વાંચી નથી.. ખાલી OK આપી છે.
કે ચાલતા રહ્યાં, આગળ વધતા રહ્યાં
જુસ્સો ઓછો ના થયો, ભલે પડતા ગયાં
અધોર અંધારને કાપવા, બસ એક તણખો કાફી છે,
તમે દીવા ને, અમે ખૂદ દિલને આગ ચાંપી છે .
જેટલી પણ Error આવી છે,
વાંચી નથી.. ખાલી OK આપી છે.