બાળપણ યાદ આવી જાય છે જયારે મારાં ગામની શેરી દેખાય છે...
ધુળની ડમણી ઊડતી આવે છે જ્યારે ઉનાળામાં આંબાનું ઝાડ છાંયડો બની જાય છે..
મને જ્યારે મારું બાળપણ યાદ છે..
ઠંડીનાં કારણે ટાઢમાં બા ઘર આંગણામાં તાપડું સળગાવે છે...
હાસ્યનો પાર ન રહ્યો જ્યારે દાદાનો સાદ સાંભરી કોઠી પાછળ છુપાઈ જતાં હતાં..
આજે મને મારું બાળપણ યાદ આવે છે...
ન જાણે કેમ ઠોકર વાગતાં માં નો વ્હાલ જણાવે છે..
વાડી માં કેરી આંબલી ખાવા માટે કાકાની ફટકાર યાદ આવે છે..
આજે મને મારું બાળપણ યાદ આવે છે. .
ચૂપચાપ બેસી રહેતા પપ્પા સાથે ખાધેલી ચોકલેટ યાદ આવે છે..
ભાઈબંધ સાથે કરેલી રમત અંચઈ યાદ આવે છે
આજે મને મારું બાળપણ યાદ આવે છે