Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#નિયતી

હાલ કેટલું ઝડપથી બધું ડાઉનલોડ થઇ જાય છે, ફોટો તો તરત જ હા, વીડિયોમાં કોઈ વખત થોડી રાહ જોવી પડે...પણ.., ઓલું ગોળ ગોળ ગોળ...ઘુમતું ચકરડું યાદ છે?

આપણા મગજને પણ ચકરાવે ચઢાવી દે એવું ઘૂમે ગોળ..ગોળ..ગોળ..આખું ચકરડું પૂરું થાય એની રાહ જોવામાં તો શું જોવાનું હતું એય ભૂલી ગયા હોઈએ...?
2જી હતું ત્યારે એ ચકરડું બહુ જોયું, એને સહન કરવાની પણ એક મજા હતી...સ્પીડ કેવી હોય એ ક્યાં ખબર હતી! પછી આવ્યું 3જી અને ભૂલાયું 2જી, હવે જ ખબર પડેલી કે ચકરડું ઘૂમતું જોયા વગર પણ ફોટા/વિડિયો જોઈ શકાય... થોડો સમય થ્રીજી ઇંજોય કર્યું અને પાછું 4જી આવી ગયું... હવે આ વખતે કંપનીવાળા એ જ ચાલાકી કરી હોય એવું મને લાગ્યું, 3જીની સ્પીડ એટલી ઘટાડી કે 2જી સારું હતું એવું લાગે... કંટાળીને 4જી લેવું પડ્યું, ઘણાને એના માટે ફોન પણ બદલવા પડ્યા હશે.

હાલ તો બધે વાઇફાઇ જ હાઇફાઇ છે...! છતાં એમાંય હવે ક્યારેક ચકરડું દર્શન આપી જાય છે...ચોમાસામાં એ ત્રાસ ઘણો વેઠ્યો!

ચકરડા જેવો ચાંદો ઉગી ગયો... એને જોઈને મને મારા મોબાઇલનું ચકરડું યાદ આવી ગયું અને આ લખાઈ ગયું...તમેય તે હું ભલા માણસ આ ચકરડાની વાતો યાદ કરવા લાગી ગયા....???
#niyati

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111272826

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now