નવા_દુઃખો૪#સીઝન૪
હું અને વાઘ લોસ એન્જેલસ માં સ્ટુડિયો માં :
************************************
દુઃખો સાથે મારે લેણું છૂટતું નથી. હું મારા દુઃખો થી કંટાળી છું અને દુઃખો મારા થી ! યુએસએ માં વાઘ સાથે દુઃખો વેચવા ફરી રહી છું.
આજે વાઘ સાથે લોસ એન્જલસ ના universal studio જોવા જવાનું હતું. આખા હોલીવૂડ ના ભવ્ય સેટ્સ ત્યાં છે. બધા મૂવી ના શૂટિંગ ત્યાં થયા છે. કેટલાય એકર માં પથરાયેલા આ સ્ટુડિયો જોવા લાખો લોકો રોજ આવે છે.
સૌથી પહેલાં હેરી પોટરના સેટ માટે ગયા. એક કલાક ની લાંબી લાઈન. અને જબરદસ્ત સેટ.. નંબર લાગે ત્યારે મસ્ત રાઇડ માં બેસવાનું.(ખાલી એક જ મિનિટ !!) હેરી પોટર પોતે તમને ઊડતાં ઊડતાં પોતાની જાદુઈ દુનિયા માં લઇ જાય.અદભૂત !! અકલ્પ્ય ! અતિ સુંદર.. મારો વાઘ તો આ જોઈ ને ખુશી નાં માર્યા રડી પડ્યો. એને તો મને છોડી ને હેરી સાથે જ રહી જવું હતું..પણ એમ મારા દુઃખો મારો પીછો ક્યાં છોડે એટલે વાઘ ને કોઈએ સંઘર્યો નહીં.
એક જગ્યાએ થી બીજી રાઇડ માં જવા બસ ચાલતાં જ રહો, ચાલતાં જ રહો... ડાઈનાસોર, ફાસ્ટ એન્ડ ફૂરિયસ , Terminator.. કંઈ કેટલાય ભવ્ય સેટ અને ના વિચારી શકાય એવી ભવ્ય રાઈડ..ખૂબ જ રોમાંચક !
પણ હવે ચાલી ચાલી ને વાઘ ના પગ દુખ્યા છે. મને કહે કે , હવે જે બસ આવે, એમાં મને ગીર મોકલી દો. મેં કહ્યું, તું એટલો થાકી ગયો કે તારી જાત ને ભૂલી ગયો ? તું સિંહ નથી, વાઘ છે ! તો એણે મોટો ભેંકડો માંડ્યો. સાંભળી ને ત્યાં પોલીસ આવી ગઈ અને મને કહે કે બિચારા વાઘ ને હોટેલ પર આરામ કરવા લઇ જાવ.
બોલો, સવાસો ડૉલર ની ટિકિટ ખર્ચેલી અને આ વાઘ મને અડધે થી જ પાછો લઈ આવ્યો. ને હું as usual દુઃખી !