ખરો કલયુગ છે હો.....
લક્ષ્મીને મેળવવા લોકો તડપે
તો ઘરમાં લક્ષ્મી ના જન્મ પર કેમ દુઃખ!!!!
ખરો કલયુગ છે હો.....
વૃક્ષો બચાવવા ના સૂત્રો કાગળ પર લખાય
જે વૃક્ષો કાપી ને જ બનાવાય!!!!
ખરો કલયુગ છે હો......
નવરાત્રી માં દેવી ની પૂજા થાય
અને એ જ દેવીઓ નું રોજે બલાત્કાર થાય!!!!
ખરો કલયુગ છે હો.....
પોતાની બહેન માટે એક ખરાબ શબ્દ ન સંભળાય
અને બીજા ની બહેન પર કોમેન્ટ પાસ થાય!!!!
ખરો કલયુગ છે હો.....
એ એક જ ફૂલ જે ક્યારેક ખુશી માં અપાય
તો ક્યારેક શોક સભા માં અપાય.....
ખરો કલયુગ છે હો.....
ફરવા જાય કુદરત માં
ને છતાં એ મોબાઈલ ની દુનિયા માથી બહાર ન નીકળાય....
ખરો કલયુગ છે હો.....
પોતાની સંસ્કૃતિ વિસરતા ગયા સૌ
ને પશ્ચિમ ની સંસ્કૃતિ ને અપનાવતા ગયા.....
ખરો કલયુગ છે હો.....
ઘર નું પૌષ્ટિક ખાવાનું છોડાય
ને હોટેલ નું એ વાસી ખાવાના પૈસા ચૂકવાય છે......
હે પ્રભુ કેવો આ યુગ તમારા બાળકો નો લાવ્યા તમે
તમારા જ ભાગલા પાડી પોતે મહાન બને એવો
ખરો કલયુગ લાવ્યા ભગવાન તમે......
-પર્લ મહેતા