અંતે આ ખાલીખમ હાથ છે ..
ઉમ્મીદોની વચ્ચે આશાભર્યું ઉજાસ છે ,
પક્ષીઓ ના કલરવ વચ્ચે આ સુંદર પ્રભાત છે,
અંતે આ ખાલીખમ હાથ છે. .
.
માનવોની ભીડ માં લાગણી માનવતા નો શૂન્યાવકાશ છે,
દુનિયાદારી માં માનવી જ વ્યાપાર નો દાવેદાર છે,
અંતે આ ખાલીખમ હાથ છે ..
સમજદારીની હોડ માં બાળપણ ધોલ્યું,
જવાબદારી એ સમજાવ્યું આ તે શું ખોયું ??
સમજાવટમાં અંતે હકીકત જ બેફામ છે,
અંતે આ ખાલીખમ હાથ છે ..
લાચારી એ માનવી આ જાતે જ તે બનાવી ,
મૂરખ ખપાવી અંતે ક્યાં પિછાણી?
આવી લાચારી પર આંસુ બેકાર છે,
અંતે આ ખાલીખમ હાથ છે ..
દરેક વાદળ વિખરાઈ ફેલાવે એ અજવાસ છે,
વિધાતા ને દોષ આપી આપણે તો એકસરખા બારે માસ છે,
આપણે નથી તો કઈં નહીં, કુદરત ને તો વિશ્વાસ છે,
અંતે આ ખાલીખમ હાથ છે ..
લાગણીને નામે આ માણસ વેંચાય છે,
જીવતર રોળી થાય બેકાર છે,
પ્રેમ ના નામે સંબંધ વિખરાય છે,
હસતાં મોઢે આંસુ ક્યાં દેખાય છે!
અંતે આ ખાલીખમ હાથ છે ..
અંતે આ ખાલીખમ હાથ છે ..
- કૈરવ