સુરજ તો રોજ ડૂબે છે, પરંતુ તે બધાના જીવનમાં અલગ અલગ બદલાવ લાવે છે.
કોઈ સુરજના ડૂબવાથી પોતે જોયેલા સપના અને ઈચ્છા ને પણ સુરજ સાથે જ ડૂબાવી દે છે.
તો કોઈ સુરજના ડૂબવાથી નવા સપનાં અને ઈચ્છા ને એક નવી મંઝીલ સુધી પહોચાડે છે.
ડૂબવું એ તો સુરજનુ કામ છે, પરંતુ માણસે ડૂબવું કે નવા વિચારો સાથે તરવું એ માણસનો પોતાનો નિર્ણય હોય છે.