Gujarati Quote in Blog by Prashant Soni

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે કબાટ માંથી
પચ્ચીસ પૈસા નો જુનો સિક્કો મળ્યો?
જાણે ખોવાયલા બાળપણ નો
એક હિસ્સો મળ્યો ; ??

શું નોતુ મળતું હતું આ પચ્ચીસ પૈસાનાં સિક્કા માં ?


આખું જમરૂખ
ને ઢગલા બંધ કેરી ની ચીરીઓ મળતી હતી ???

લીલી વરીયાળી ,
ચણી બોર, કોઠા, ને આમલા ની લિજ્જત મળતી હતી

રંગબેરંગી પીપર મીંટ ચોકલેટ
ને ચૂરણ ની ગોળીયો મળતી હતી ???

અર્ધો કલાક ભાડે થી
સાયકલ મળતી હતી ?

લખોટી, ભમરડા ,પતંગ દોરીની લચ્છી,ટીકડી અને ફટાકડી મળતી હતી ?


અણીદાર પેન્સિલ
ને સુગંધી રબર ની જોડી મળતી હતી?

બરફ ના ગોળા
ને ઠંડા શરબત ની જયાફત મળતી હતી

રબર વાળી કુલ્ફી
ને ક્વોલીટી ની કેન્ડી મળતી હતી

આજ પચ્ચીસ પૈસા માં સો ગણી વસ્તુઓ મળતી હતી ?
સાલું નાની નાની વસ્તુઓ માં
અઢળક ખુશીયો મળતી હતી???

Gujarati Blog by Prashant Soni : 111271757

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now