પ્રેમ એક એવો અહેસાસ છે કે કોઈ પણ વ્યક્તિ તેનાથી ગમે તેટલો દૂર રહે એકવાર તો એમાં પ્રેમ માં પડે છે.
પ્રેમ નું બીજું નામ જ સર્મપણ છે, છતાં લોકો ને પ્રેમ કરવો ગમે છે.
પ્રેમ માં મિલન જરૂરી નથી.પ્રેમ તો દિલ થી થાય,મન થી થાય, આત્મા થી થાય.
જે પ્રેમ માં આત્મા મળે,મન મળે અને દિલ મળે એ પ્રેમ ને દુનિયા ની કોઈ પણ તાકાત અલગ નથી કરી શકતી.લોકો શરીર ભલે અલગ કરી લે પણ આત્મા ક્યારેય અલગ ન કરી શકે.એ તો અમર છે, તેને દુનિયા નો કોઈ પણ જીવ એકબીજા થી દૂર ન કરી શકે.
પ્રેમ માં ચાહે ગમે તેટલી વાર નિષ્ફળતા મળે છતાં લોકોને વારંવાર પ્રેમ માં પડવાનું મન થાય છે, એટલે જ તો પ્રેમ અમર છે.