છું આઈનો હું , મને જોઈ ના શકું,
નૂરાની છે લિબાસ, દેખાડી ના શકું;
છું દોસ્તાના ચાહત ,દિલમાં સદાય,
હું સારો ખોટો ખૂદ, જતાવી ના શકું;
છું મહકતો પવન કોમળ કુસુમ ઉપર,
ઝાકળ ભીની મૈત્રી, મિટાવી ના શકું;
છું રંગ રાગમાં અનુરાગી, ભાવસભર,
અનુરાગી સમર્પણ, ભુલાવી ના શકું;
છું વફાદારી માં સરાબોર,મહોબત માં,
ઈબાદત મારી ખુલ્લી, જણાવી ના શકું;