હર એક ક્ષણ માં તને હસાવી દઉં
આજ પ્રેમ થી લાડકવાયી તને બતાવી દઉં
તું છે બેનબા મારી તને હીંચકે જુલાવી દઉં
મારી મીઠી વાતો માં તને આજે સમાવી દઉં
મન મારું મલકાતું સ્મિત જોઈ આ તારુ
હું હરખાતો આંખો માં સપનું સજાવી દઉં
મીઠી મધુર વાતો વાતલડી જણાવી દઉ
નાનુડી ડાળ તું કોયલડી તું કાલે ઊડી રે
કોયલ જેવા મીઠા હું ગીત સુણાવી દઉં
સ્નેહ થી તારા આજે કેવું સ્મિત મેહકતું
બેનબા લાડકવાયા પ્રેમ ના હિંચકે જુલતા
ભઈલો જોતો રાહ હિંચકે જુલા તું ઝૂલતી
આંખો મા સપના મીઠી મધુર વાતો તું કરતી
દિલ ની વાતો તું કરતી મન મારું મલકાતું
તમારું સ્મિત આજે તમને પ્રેમ થી ઝુલાવું