ભાઈ શ્રી Beekey Patel ની પ્રસાદી ???
*મા સાથેની આ અદ્ભૂત જીવનસફર….*
હતાં જ્યારે અમે બાલમંદિરનાં ગુલાબ,
તું સંવારી મોકલતી જાણે અમે નવાબ!
હતાં જયારે અમે ક્લબલતા ભુલકા,
ત્યારથી હંમેશ ભાવ્યા તારા હાથનાં ફુલકાં!
હતાં જ્યારે અમે પ્રાથમિક શાળા વિદ્યાર્થી,
નાસ્તો ને પાટી-પેન તું જ દફતરમાં ભરતી!
હતાં જ્યારે અમે હાઈસ્કૂલ-બોર્ડનાં ભારણે,
પરિક્ષાએ છોડતી તું આશીર્વાદનાં ઓવારણે!
થયાં નાનામોટા વ્યવસાયે સફળ સાવજ તારા,
નક્કોર ગાડીમાં કરતી તું કંકુ સાંથિયાનાં સથવારા!
જીવનસાથી, વાલીનાં પદે અમે પોહચ્યાં,
દાદી -નાની બની તારાં હૈયા જરૂર હરખ્યાં...
આવે છે આજે પણ તારી યાદ
ભીંજાય છે આંખ નો ખૂણો ....
શોધું છું ફરી એ પાલવ નો છેડો ....
જે હતો અમારા માટે દુનિયા નો છેડો.....