Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લાઈક્સ, મેસેજ... આ બધાથી કોઈ ફરક પડે છે? સાચું કહું તો “હા" ફરક પડે છે, હજારો અજાણ્યા લોકો તમારા માટે દુઆ કરે ત્યારે દિલ ખુશ તો થાય જ છે, કંઇક તો હું સારું કરી જ રહી છું જેથી આટલા લોકોનો પ્રેમ મળી રહ્યો છે એ જોઈ વધારે સંતોષ થાય...

કાલે મને વિશ કરનાર, ના કરનાર દરેક મિત્રની હું દિલથી આભારી છું, ?

દરેક વખતની જેમ કાલે પણ મેં બે વખત કેક કાપી, બે વખત “હેપી બર્થડે ટુ યુ..." વાળું ગીત સાંભળ્યું, મારા બે પરિવાર સાથે! એક પરિવાર એ જ્યાં આખો દિવસ અમે સૌ સાથે મળીને કામ કરતા હોઈએ છીએ, હા પરફેક્ટ સ્કિન કેર સેન્ટરમાં, અમારા સ્ટાફના લોકો વચ્ચે... ક્લિનિકથી ઘરે પાછી ફરી ત્યારે બાળકો રાહ જોઈ રહેલા... પરિવાર સાથે ફરી “હેપી બર્થડે ટુ યુ..." સાંભળવાની મજા માણી...! સૌરભ વારંવાર પૂછતા રહ્યા તને શું ગિફ્ટ આપુ, “ચાલ સોનીને ત્યાં ચક્કર મારી આવીએ... એક નવો સેટ લઈ લે", અને એમને મેં હસીને ના કહી... આ વરસે લક્ષ્મી નહિ સરસ્વતી ઘરે લઈ જવી છે કહ્યું અને મારું ઈનામ માંગ્યું... શું? એ થોડો વખત રહીને જણાવીશ ?

આપ સૌને નિયતીના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111269891
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now