આવી જા
શરદ પૂરણિમાની છે આં સોહામણી ચાંદરની રાત
પણ બિચારી મીરાંને, નથી એના ગિરિધર નાગર નો સાથ
અને રાધા બી મુંઝાય છે ખૂબ; રાસ રમવા નથી આજે મનમોહન નો સંગાથ
હે કાન્હા ! પ્રીત લગાડી, મનડું ચોરી; કેમ છોડી દીધો તે સાથ???
રાહ નિહાળે ગોપ ગોપીઓ મોહન; તારી સાથે રમવા રાસ;
તોડતો નહિ ઓ કાનુડા, ઓ પ્રીતમ પ્યારા, આં અમારો વિશ્વાસ
રાધા, મીરાં, ગોપ ગોપીઓ ની બુઝાવ તું, તારા પ્રેમથી પ્યાસ.
રમવાને રાસ, થનગની રહ્યા છે અમારા તન મન; અને તું નથી આસ પાસ.
આવી જા ઓ પ્રીતમ પ્યારા, સોહામણી છે આં શરદ પૂર્ણિમા ની રાત
બસ હવે રમયે આપને રાસ, કરવી છે તારી સાથે પ્રેમ ભરી અનેક વાત
અલક મલકની વાતો કરતા, રમીએ આપણે રાસ આખી રાત
તારો રાસ જોવા આતુર છે માત યશોદા, દેવકી અને તારા બંને તાત.
Armin Dutia Motashaw