દિવાળી આવી છે.
દુઃખ તો ઘણું હશે જીવન માં
પણ થોડુંક હસી લેજો
વાળી ઝૂડી ઘર તો સાફ કર્યું હશે?
પણ દિલ સાફ કરી દેજો
ના બોલે તો સામેથી હસી જજો
મન મોટું રાખી ને બોલી જજો
પછી કદાચ મળાય ના મળાય
સામેથી ગળે મળી જજો
બધાજ દુઃખ ભૂલી ને માણી જોજો
કિરણ દુશ્મન ને પણ મનાવી જોજો
આ દિવાળી આમ જ મનાવી જોજો
જીવન ખુશીઓ થી ભરી દેજો
દિવાળી ની શુભકામનાઓ....