Good Morning Niyati ?
આજે તારો જનમ દિવસ છે, હમણાં કેટલાય મિત્રોની શુભેચ્છાઓ આવવાની ચાલું થશે અને એમાં તું મને ભૂલી જઈશ... એવું થાય એ પહેલાં હું તને વિશ કરી લઉં!
તું તારી જાતને શોધવા નિકળી હતી...હજી ગયા વરસે જ એ સંકલ્પ કરેલો કે ચોક્કસથી કહું તો એના આગળના વરસે એવું નક્કી કરેલું, શું મળ્યું તને? તારી જાત સાથે ભેંટો થયો? જવાબ આપણને બન્નેને જ ખબર છે, નિયતિ નિયતી પર મહેરબાન થઇ રહી છે કે બીજી કસોટીની તૈયારી કરી રહી છે? આપણે બન્ને નથી જાણતા...અને છતાં આજે હું તને એટલું જ કહીશ કે મારો અવાજ સાંભળવાનું ક્યારેય બંધ ના કરતી, હું ક્યારેય તને ખોટા માર્ગે નહિ લઈ જાઉં...?
તારી જ અંદર વસેલું કોઈ આત્મા કહી લે, દિલ કહી લે કે પછી તને અતિ પ્રિય એવો કાનુડો... છું હું અને તને તારા જનમ દિવસે મારી અઢળક શુભકામનાઓ ?
જય શ્રીકૃષ્ણ ?