મનની મુંઝવણ.
વિશ્વાસ કરે છે,પણ જતાવતી નથી.
મનને મનાવે છે,પણ મળતી નથી.
કેમકે,એકરાર વગરનો પ્રેમ છે.......
કહેવું છે ઘણું પણ કહેતી નથી.
મૌનમાં રહે છે,પણ મહેસુસ કરાવતી નથી.
કેમકે એકરાર વગરનો પ્રેમ છે......
સમજણ છે,પણ સમજાવતી નથી.
શબ્દોની સાથે છે,પણ લખી દેતી નથી.
કેમકે એકરાર વગરનો પ્રેમ છે.......