Gujarati Quote in Funny by Umakant Mehta

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અતુલના હસતાં વ્યક્તિત્વ

અતુલના હસતાં વ્યક્તિત્વ

" અમદાવાદમાં રિલિફ રોડથી સ્વામિનરાયણ મંદિર તરફ જવાના માર્ગ પર શેખનો પાડો નામની પોળના એક ભાગરૂપે હસતી બીબીનો ગોખલો આવેલો છે. દંતકથા મુજબ આશરે ૫૦૦ વર્ષ પહેલાં હઝરત શેખ અબ્દુલ્લા અદ્રુસ પરિવારનાં એક બાનુ અહીં આવેલા. ઘરનાં ઝરૂખામાં એ કાયમ હસતી બેઠેલી જોવા મળતાં.એવી એક વાયકા હતી કે બીમાર બાળકોને માથે હાથ ફેરવી સાજા કરવાની કોઈ ગેબી શક્તિ તેમનાંમાં હતી.



હાલમાં ઝરૂખાને બદલે તેમની સ્મૃતિમાં હસતી બીબીનો ગોખલો જોવા મળે છે.આ માર્ગ પરથી પસાર થતા બધાજ ધર્મના લોકો શ્રધ્ધાથી ગોખલાને નસ્કાર કરે છે. ગોખલામાં દીવો અહર્નિશચાલુ રહે છે. હસતી બીબીને જલેબી વધુ ભાવતી હતી, તેથી શ્રદ્ધાળુઓ જલેબીનો પ્રસાદ ચઢાવે છે."



......(ગુજરાત ટાઇમ્સ સપ્તક પૂર્તિ ૨૮ જુન ૨૦૧૯)



આવા વ્યક્તિત્વ દરેક ગામ અને શહેરમાં અસ્તિત્વ ધરાવે છે. કાયમ તેઓ હસમુખા અને આનંદમાં જ રહેતા હોય છે. શબ્દે શબ્દે અને વાક્યે વાક્યે તેમનું મુક્ત હાસ્ય વેરાતું હોય છે. ગમગીની કે ઉદાસીનતા તેમનાથી દૂર ભાગતા રહે છે. અતુલના આવા બે સ્ત્રી પાત્રો શ્રીમતી માયાબહેન મધુકરભાઈ વોરા અને શ્રીમતિ અરૂણબહેન જે કે વશી. તેઓને મેં તો ઠીક પણ કોઈએ પણ તેમને ગંભીર કે ઉદાસી મુદ્રામાં જોયા નહિ હોય. તેમનું વ્યક્તિત્વ જ એવું હસમુખ કે ગમગીની- ખામોશી તેમનાથી દુર ભાગે આવા સુંદર વ્યક્તિત્વ અંજાઈ સૌ કોઈ તેમની મૈત્રી ઝંખે.

Gujarati Funny by Umakant Mehta : 111268783
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now