Gujarati Quote in Blog by Jayshree Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રમીલા ,
ઈલા...રોહિણી...દર્શીવ..



વિશ્વ માનસિક આરોગ્ય જાગૃતિ દિન : દસ ઑકટોબર : ૨૦૧૯...
વાત છે જીવનના એ દિવસોની કે ત્યારે ખબર નહોતી કે આ પણ એક રોગ છે..પાગલપણું નહિ.છતાં ક્યારેક આ દશા માં રહેતા કેટલાક નજદીક ના પાત્રો સાથે મળવાનું ને રહેવાનું થયું ત્યારે સમજાયું એ પાગલપણું નહોતું..જેને અંગ્રેજી માં કહેવાય છે...mentally depression...આપણે કહી દઈએ પાગલ છે...બુદ્ધિ જ નથી...!
આજના તણાવ ભર્યા જીવનમાં સારા સારા યુવક યુવતી આ રોગ ના ભોગ બની જતા હોય છે ને આપઘાત કરી પાછળ મા બાપ કુટુંબીઓ કે અગંત મિત્રો ને છોડી જતા હોય છે.દોડતી દુનિયાને પકડવાનાં કે મિત્રોના પરદેશ ગમન કે એકબીજાની સરખામણી ક્યારેક તેમને અંધકારમય જીવન અર્પે છે.
ક્યારેક અસામાન્ય માંદગી તેમને આ ગર્ત માં નાંખે છે.
થોડા સમય પહેલા મે મારી ગલીનો ફોટો અમારા પાડોશીના દીકરાના ફેસબુક પર જોયો,એમાં એક કોમેન્ટ જોઈ કે સુંદર છે પણ ભાઈ એક વ્યક્તિ આમાં ગેરહાજર છે.હા એ વ્યક્તિ એટલે અમારી ગલીની એક સુંદર ગોરી પણ માનસિક રીતે બીમાર એવી વ્યક્તિ *રમીલા*કદાચ હુ અને એ ને એની સાથેજ એની બેન ઉષા સરખી ઉમ્મરના હઇશું.લગભગ દસ-બાર વર્ષની ઉમ્મરે તેને અને તેની બેનને મેનેનજાઈટીસ્ટ થયો હતો.તેમાથી રમીલા માનસિક રૂપે વિકાસમાં અટકી ગઈ અને ઉષા બહેરી થઈ ગઈ.પણ દસ-બાર વર્ષ ને કારણે ઉષા બોલી સકતી હતી.પણ રમીલા માનસિક તણાવમાં ગાંડી તરીકે ઓળખાવા લાગી.મિત્રો આજે જ્યારે તેની ઓળખ જો માનસિક રીતે બીમાર વ્યક્તિ તરીકે થાત તો મને આનંદ થાત.

Gujarati Blog by Jayshree Patel : 111268551
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now