અદ્રશ્ય ભાવ માં ડૂબી,. મારી આ નૈયા
સાથે છે સદાબહાર એ. મારો ખેવૈયા,
ગજબ ની મોજ છે, મૌન માં છુપાવવી,
આંખોની ચમકમાં, રૂઆબદાર છે હૈયા,
અનામિકા એ ધારણ, કર્યો ગીરિરાજને,
પ્રેમનો પરમ આવિર્ભાવ છે એ કન્હૈયા;
રૂપ રસ ગંધની ,સૃષ્ટિ માં રસદાર ફળોમાં,
ફળતો દિલનાં દરવાજે, પ્રેમાળ છે ભૈયા;
આનંદ અનંતનો, અવતરે નિર્મળ ચિત્તમાં,
મનોલયે મનની, મટી જાય છે તાતાથૈયા;