જરૂરિયાત નો પ્રેમ છે, જરૂર કોઈ વહેમ છે,
પ્રેમ ની જરૂરિયાત જ, જીંદગી ની નેમ છે.
સ્વાર્થ માં સબળતા, ઉંભરે ભાવ ને લાગણી,
ગરજે ગધેડાને બાપ કહે,પૂછતાં નથી કેમ છે.
વહાલસોયા બાળકને, છાતીએ લગાડતી માં,
ઘરડા ઘર માં જઈ હવે, તબીયત પૂછે કેમ છે.
આંગળી પકડી શીખવ્યું ,ચાલણ ગાડી બનીને,
ઉંમર થાય ને સમજણ ના પડે, એવું કેમ છે.
બહું સજાવી જાતને, અરિસો પણ શરમાય છે,
સ્મશાન ઘાટે છેલ્લી સ્મૃતિ, મુઠ્ઠી રાખ એમ છે