ક્યાંક ધૂંધળી છે, યાદોની તસવીર છે યાર,
અહેસાસ આત્મચેતના ની તસવીર છે યાર;
ચાલો રાહ ઉપર કદમ માંડી એ, સૌહાર્દ પુર્ણ,
વાત ભાવ અને લાગણીની, તસવીર છે યાર;
બેશક, બાંધી લેશે , કાચા તાંતણા માં સંબંધો,
બંધ છે અકબંધ છે, દિલદાર,તસવીર છે યાર;
હુંફ તો છે ક્યાં ક્યાં, પહોંચી જશે સંસ્પર્શ થી,
માથે મૂકતા હાથ આશિર્વાદની,તસવીર છે યાર;
આનંદ ગજબની છે, ચૈતન્યતા સકળ વિશ્વમાં,
માં નું મમત્વ, પિતાની હુંફાળી,તસવીર છે યાર;