વ્યક્તિ ક્યારેય એકલો હોતો નથી. જ્યાં સુધી તેના દોસ્તો તેની સાથે હોય ત્યાં સુધી એ કોઈ પણ સાથે કોઈ પણ સમયે લડી લેવા સક્ષમ હોય છે પણ જ્યારે વ્યક્તિ ના જીવનમાં દોસ્તો નો સાથ છૂટી જાય ત્યારે સહેલા માં સહેલી પરેશાની તેને અઘરી લાગવા લાગે છે.કોઈ પણ વ્યક્તિ માટે દોસ્તો વગર જીવવું બહું મુશ્કેલ છે.
દોસ્તો ભગવાને આપેલી અમુલ્ય ભેટ છે.અને અમુલ્ય વસ્તુ ની સરખામણી કોઇ ના કરી શકે તો હું વધુ નહિ કહું.બીજા વિશે તો હું નથી જાણતી પણ હા હું મારા દોસ્તો વગર બિલકુલ નથી રહી શકતી.
રાધે ક્રિષ્ના