મીઠા મધુ મય, પ્રવાહ માં છે જીંદગી,
કડવો ઘૂંટડો કદી,ગળી જાય તોય શું?
ચાહતમાં રાહતનો દમ, સદાય રહેશે,
ઊહાપોહ જમાનો કરી જાય ,તોય શું?
ફુલો પર ઝાકળ ભીનાં, પથરાઈ જવાનું,
ભાવઊર્મિમાં કંટકો ચૂભી જાય,તોય શું?
મારા તારા ભાવ મમત્વ , તરફદારી માં,
રિસ્તેદારી દોરો કદી, છૂટી જાય તોય શું?
આનંદને મસ્તી માં, રહો સદાય હસતા,
દુઃખદર્દ જીંદગીમાં, મળી જાય તોય શું?
:::::????:::::