શ્વાસ તારી તરફ એક કદમ તો છે,
મોત ને જીંદગી ,વચ્ચે કદમ તો છે.
શરારત છે, પ્રકૃતિ ની નવું કશું નથી,
પરિવર્તનશીલતા,તરફ કદમ તો છે.
હદ માં બાંધી, હસ્તિ, દુનિયાદારી,
બેહદ ચાલે મસ્તીમાં, કદમ તો છે.
હું હું તું તું મિટાવી,ઓગાળી અહંને,
જીવનો શિવ પ્રતિ,ધીમો કદમ તો છે.
અહેસાસ વરસતો રહે છે નયનરમ્ય,
આનંદ સ્વરૂપ માં, આખરે કદમ તો છે.