તું......
જીવનની પળો હું ને દુર્લભ અહેસાસ તું હતો ,
પ્રણય સંબંધની તુ જ મજબુતાઇ હતો.
ભિની સુંવાળી લહેર હું ને સુખસાગર તુ હતો,
ભુતકાળ ભલે નોહ્યતો પણ વર્તમાન તું હતો.
ઉત્સાહી કોશીશ હું ને પુરુષાર્થ તું હતો,
નાનકડી હાર સામે શાનભરી સફળતા તું હતો.
અગમ વાણી હું ને શબ્દકોષ તું હતો,
ગમે તેવુ મઝાનું વર્તન તું હતો .
તરુણ તરુ હું ને એના મૂળિયા તું હતો,
જિંદગી અનેક જીવ ની એ જંગલ તું હતો.
પરમ પૃથ્વી હું ને અખંડ આસમાન તું હતો,
આ વાતાવરણ ને દેદિપ્યમાન બનાવનાર તું હતો.
પણ ........
તું માત્ર હતો......
તું ભવિષ્ય નોહ્તો.......