Gujarati Quote in Poem by Kunjdas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહી ક્યારેક તો મળીશું આપણે,
હૃદયથી શ્વાસોમાં ભળીશું આપણે.

સમયની સરયુના પ્રવાહમાં તણાતા,
પ્રણયના પ્રવાહમાં વળીશું આપણે.

ઝાકળ બિંદુમાં ભીંજાતા-ભીંજાતા
આત્માથી હૃદયમાં ગળીશું આપણે.

ભૂતકાળને ભૂલીને ફંફોસીને નવેસરથી
ગુલમહોરના વૃક્ષમાં લળીશું આપણે.

પશ્ચિમમાં આથમતી સંધ્યાની લાલીના
સપ્તરંગી ધનુષમાં ઝળહળીશું આપણે.

Gujarati Poem by Kunjdas : 111267099
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now