મુસાફરી હું મુસાફરી છું
||ગઝલ||
મુસાફરી હું મુસાફરી છું લહેરની વાટ લેવી છે.
મળે સથવારો જો સારો,તો એક બે વાત કેવી છે..ટેક
ગવનના છાંયડા નીચે,હજારો. ગાવ હાલીને
આવે આફત સાથીને, તો એની ઘાત લેવી છે.
મુસાફરી હું મુસાફરી છું...
આકાશ ચાંદ તારાને નીચે ધરતી અમારી છે,
સંમદર તો હૈયામાં છે, એવી ઘુઘવાટ લેવી છે,
મુસાફરી હું મુસાફરી છું...
હુંયે તમારા જેવો છું, મારી તાસીર જુદી છે,
મળે જો હેતુ સાચા. તો હવે ચોપાટ લેવી છે,
મુસાફરી હું મુસાફરી છું...
બધી દુનિયા તમારી છે. અમારે કાંઈ ના જોઈએ,
તમારા બાગની એકજ કળી સંગાથ લેવી છે,
મુસાફરી હું મુસાફરી છું...
તમારી હેડકી આવે. તોઈએ આ "રાજ" રાજી છે,
આખું આયુષ્ય આપીને,એક મલાકાત લેવી છે,
મુસાફરી હું મુસાફરી છું...