પામીને દેહ હું, દેહ માં પામી ના શક્યો,
અધ્યાસ માં વળગી,. અનુરાગી થયો;
લક્ષ ચોર્યાશી ની, ફરતી ફેરફુદરડી માં,
અજ્ઞાનતા માં સદાય, વિતરાગી ન થયો;
મનમુખી જીવન નો ઢંગ છે, અહંકારથી,
પાંચ તત્વોનો દેહ તો , ખુબ રાગી થયો;
સૂક્ષ્મતમ છે વાસના, વસતી ભીતર માં,
ઈચ્છા તૃષ્ણા નો સદૈવ , અનુગામી થયો;
ગુરુ વિના જ્ઞાન લાધ્યુ નહિ, જિંદગી માં,
આનંદ વિના, સુખદુઃખ મનોગામી થયો;