નવરાત્રિ.. ગરવી ગુજરાતણ નો મનગમતો તહેવાર... આદ્યશક્તિની ઉપાસના નો તહેવાર... દરેક સ્ત્રી ની શક્તિ ને બિરદાવવા નો તહેવાર... યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા ... એક સ્ત્રી ને દેવી બનાવવાનો તહેવાર...
પણ એ જ દેવી નવરાત્રી સિવાય ના દિવસો માં ઘરના સભ્યો, સમાજ દ્વારા પ્રતાડિત કરવામાં આવે છે... દિકરી ભ્રૂણહત્યા, દિકરી બોજ, દહેજ, ઘરેલુ હિંસા નો ભોગ બને છે ત્યારે ક્યાં જાય છે સ્ત્રીનું દેવી નું રૂપ???
નવાત્રોત્સવ ના આ દિવસો માં હું એટલું જ કહીશ... ભલે સ્ત્રીને દેવી ના સમજો પણ... સ્ત્રીને માણસ તરીકે નો દરજ્જો આપી માણસ ગણશોને તો ય નવરાત્રી સાર્થક છે...
ચાલો એક શરૂઆત આપણાથી જ કરીએ... સ્ત્રીને સ્ત્રી તરીકે જોવાની શરૂઆત કરીએ....
Happy navratri....
- ઈશાની..