હું અને મન…!
જીદ લગાવી બેઠું મન જોવાને એનો ચહેરો…
સીદ સમજાવું મૂર્ખ મનને ભાવનાની એ વાતો…
ગયા એ છોડી મુજને; ભૂલાવી મુજ ચહેરો.
ફરી કરી અવાજ મને વાત એ દોહરાવી,
અતૂટ પ્રેમ એ ચહેરા તણો યાદ મને અપાવી.
મનની વાતમાં સાદ પુરાવી આંખે કરી ઉતાવળ,
આથમતી સાંજ ને સમજી સૂરજ ઉદય નો.
વેળા વીતીને અંધકાર જ્યારે પથરાયો,
મન,આંખ ને મુજ ઝઘડામાં હ્રદયએ હાર સ્વીકારી
બંધ કરી પોતાની ધડકન ચીરનીન્દ્રા તેણે સ્વીકારી.
Mr. Alone...