"આમને આમ દિવસો ગયા અને રોજ સાંજ પણ પડતી ગઈ
શોખ મરતાં ગયા એક એક કરીને ને જવાબદારી વધતી ગઈ
સપનાઓ રૂંધાયા અને મુલાયમ હાથની રેખાઓ બળતી ગઈ
પૈસા ને પરિસ્થિતિના ખેલમાં સાલી જીંદગી ઢળતી ગઈ...
સારા કે સાચા હોવાની સજાઓ હર ઘડી ઘડી મળતી ગઈ
આ ન કરતાં પેલું ન કરતાં તેવી બરાબર સુચના મળતી ગઈ
રહેવું હતું અમારે નાનું પણ ઉંમર હતી કે વધતી ગઈ
આમને આમ દિવસો ગયા અને જીંદગી ની સાંજ પણ પડતી ગઈ.!!"