Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આરાધના છઠ્ઠુ નોરતું*. લેખ... 4-10-2019

આરાધના નો આજે છઠ્ઠો દિવસ થઈ ગયો આમ જ નવરાત્રીના દિવસો પસાર થવા લાગ્યા છે... આજનું છઠઠુ નોરતું શ્રી કાત્યાયની માતાજી નું છે....
" જેમનાં હસ્ત ઉજ્જવળ તલવાર ( ચન્દ્રહાસ ) થી શોભે છે તથા શ્રેષ્ઠ સિંહ જેમનું વાહન છે, તે અસુરસંહારિણી કાત્યાયની દુર્ગા દેવી સૌને મંગળ પ્રદાન કરે ".....
જેની ભક્તિ કરવાથી આત્મા નો અંધકાર દૂર થાય છે એ સમગ્ર શક્તિ ને મારા અંનત કોટિ પ્રણામ....
દર્શન એટલે જોવું / દેખવું... સાચી અને સારી રીતે જે વસ્તુ જેવી છે એવી જ એને જોવી એનું નામ સમ્યગ દર્શન.... આપણે બધા દર્શન તો કરીએ છીએ પણ આપણા દર્શન ભાગ્યેજ સમ્યગ હોય છે કારણ કે આપણી આંખો પર માન્યતાઓ, પ્રતિબદ્ધ , પૂર્વાગ્રહો અને જડ વળગાણોના ચશ્મા ચઢાવીને જ આપણે બધા જોતા હોઈએ છીએ ને??? માટે તો સાચી સમજણ આપણે કેળવી શકતા નથી અને સાચા દર્શન થતાં જ નથી અને તેથી જ આપણે આ મંદિર ને પેલા મંદિર એમ ફેરા મારતા જ રહીએ છીએ માટે જ તો સાચી સમજણ કેળવી શકતા નથી... સાચી ભાવના થી દર્શન કરનાર કશું જ ખોતો નથી જ્યારે ખોટી દ્રષ્ટિએ દર્શન કરનાર સર્વસ્વ ગુમાવી બેસે છે... માટે જ આત્મા ને શાંત અને સરળ રાખો જેમ કે શ્વેત વસ્ત્ર.. આમ પણ શ્વેત રંગ ઉપાસના માટે સૂચક ગણાય છે... શ્વેત રંગ સ્વસ્થતા માટે પણ સૂચક ગણાય છે.. અને શ્વેત રંગ સમજૂતી માટે સૂચક છે.. તો આવો મનની સ્વસ્થતા અને વિચારોની એકાગ્રતા થી નવરાત્રીમાં માતાજીની આરાધના કરીએ.. સમજણનો નાનકડો દીવો પણ જીવનખંડમા જલી ઉઠશે તો અંતર આનંદ ની અમીરાત થી ઉભરાવા માંડશે.....
બોલો સર્વ દેવી નો જય હો..
ભાવના ભટ્ટ અમદાવાદ......

Gujarati Blog by Bhavna Bhatt : 111265487

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now