?મારા ? ઘર ની ગેલેરી માં થી જ બગીચો દેખાય છે.એક દિવસ એકવીસ - બાવીસ વર્ષ નો છોકરો અને બાર - તેર વર્ષ ની છોકરી આવીને બાંકડા પર બેઠા હતા.છોકરી શાળા નાં પહેરવેશમાં હતી, અને દફતર પણ સાથે હતું. એટલે મને થોડો ગુસ્સો આવ્યો.મે મારી નૈતિક ફરજ સમજીને તે લોકો ને અહીંથી ઉભા થઇ જવાનું કહ્યું. છોકરાએ જવાબ આપ્યો કે અમે ફ્રેન્ડ છીએ ખાલી વાતો કરવા બેઠા છીએ. તો મેં એને કહ્યું કે ફ્રેન્ડ છે,તો એનાં કે
તારા ઘરે જઈને બેસોને અહીં આવવાની ક્યાં જરૂર છે.
એટલીજ વારમાં છોકરી તો ડરીને ભાગી ગઈ.
આવાં બધાં તો રોજ આવતા હોય છે, અને હું
બધાને ભગાડુ છું.જો દરેક જણ આસપાસ માં આવું જ કંઈક જોવામળે નેં પોતાની ફરજ બજાવે , તો કેટલીય દિકરી ઓને બળાત્કાર માંથી બચાવી શકાય છે.સરકાર
તો કાયદા લાવશે પણ કાયદો ભંગ કરનાર ને રોકવો આપડો જન્મસિધ્ધ હક્ક છે.?
? ગાંધીગીરી.?
? ?? ? મૌલી.
મેરા ભારત મહાન ૨-૧૦-૨૦૧૯