Gujarati Quote in Motivational by Naresh D Chaudhary

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આગમવાણી :

_બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,_
_માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;_
_ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,_
_સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;_
_જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,_
_બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ !_

_ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,_
_કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત,_
_ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,_
_એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;_
_જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત,_
_ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !_

_વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,_
_સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;_
_નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,_
_બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;_
_જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,_
_વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ !_

_વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,_
_ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;_
_નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે_
_મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;_
_જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,_
_વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ !_

_દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,_
_જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;_
_વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,_
_તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે;_
_જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,_
_દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!_

[ ] *-ઘણી વાત સાચી પડતી જાય છે-*
• ???

Gujarati Motivational by Naresh D Chaudhary : 111264187
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now