" ફોઈ " માઈક્રો ફિક્શન વાર્તા.......ફોઈ................ નિ: સંતાન વયોવૃદ્ધ ફોઈ ની ક્રિયા પાણી વતન માં પતાવી ને અમર શહેરમાં પોતાના ઘરે આવ્યો... રાત્રે તેણે ફોઈ ની નાનકડી પોટલી ખોલતા એક પત્ર મલ્યો.પત્ર માં લખ્યું હતું ," બેટા,અમર ,મારા મરણ પછી મારા બેંક ખાતામાં મારી બચત ના ₹ ૧,૧૦,૦૦૦/- પડ્યા છે.તે આપણા ગામ ની પ્રાથમિક શાળા માં દાન કરવું.આ પ્રાથમિક શાળા માં બાળકો ને સારી સગવડ મલે તે માટે આ રૂપિયા દાનમાં આપવા."...... આ વાંચતા અમર ની આંખ માં ઝળહળિયા આવી ગયા.બીજા દિવસે વતન માં ગયો અને પ્રાથમિક શાળા ના આચાર્ય ને " ફોઈ ના સ્મરણાર્થે " ₹૨,૦૦,૦૦૦/- નો ચેક આપ્યો..........@ કૌશિક દવે