#Gandhigiri
" સ્વચ્છતા" ની ગાંધીગીરી
* મહાત્મા ગાંધીજીના નિયમો પૈકી સ્વચ્છતા ની બાબતમાં ગાંધીગીરી કરી છે ને અત્યારે પણ કરતો આવું છું. મને સ્વચ્છતા બહુ જ પસંદ છે આજે જ્યારે પણ આ વાત આવે ત્યારે ગાંધીગીરી તરત લોહીમાં આવી જાય છે.
* એક પ્રસંગ ને અહીં યાદ કરવા માંગુ છું - ગયા વર્ષે હું અને Relatives સાથે બેઠા હતા. અને ત્યારે પ્લાસ્ટિક ના પાઉચ માં ચા મંગાવી હતી. ચા પ્લાસ્ટિકના કપમાં ભરી અને એક Relative એ ચા નું ખાલી પાઉચ બેઠા હતા ત્યાંજ ફેંકી દીધુ. બરાબર તેજ સમયે મે આ બાબત ની ટકોર કરતા કહ્યુ, ' આ રીતે ગમે ત્યાં કચરો કરાય? બેઠા હોય ત્યાં સ્વચ્છ જગ્યામાં કચરો કરાય? આ સારી ટેવ નથી.' મહાત્મા ગાંધીજીને પણ અહી યાદ કર્યા. તો તેઓએ સામે મને કહ્યું, ' ભાઈ ! તું તો બઉ મોટો ગાંધીભક્ત છો.' અને સાથે મને કહ્યું, ' ભાઈ ! એક વ્યક્તિ સ્વચ્છતા રાખશે તો કંઈ દેશ સ્વચ્છ નહિ થાય.' અને તેજ વખતે ગાંધીગીરી કરતા મે કહ્યું, ' આપણે પહેલા આપણાથી શરૂઆત કરશું તો બીજા જોઈને તમારામાંથી પ્રેરણા લેશે અને એમ કરતા આખો દેશ સ્વચ્છ બનશે.' પછી મે ત્યાં પડેલો કચરો જાતે લઈને કચરાપેટીમાં નાંખ્યો. આ જોઈને ત્યાં બધાને ખૂબ ગુણ અાવ્યો અને એ લોકો પણ મારી ગાંધીગીરી સાથે સહમત થયા. અને સહમત થયેલા લોકોએ પોતાની ચનો કપ કચરાપેટીમાં નાંખ્યો. આ પ્રસંગથી મારી " સ્વચ્છતા" ની ગાંધીગીરી સફળ નીવડી.
- પ્રણવ કવા