"કોઈની સામે દુશ્મની કરો છો, તો દુશ્મની પણ નિભાવતા આવડવી જોઈએ"
ઘણા દુષ્ટ લોકો દુશ્મનને જાહેરમાં ખરાબ ચીતરવામાં કોઈ જ કોશિશ છોડી ના હોય અને જરૂર પડે ત્યારે લાજ શરમ રાખ્યાં વિના તેનાજ ઘરે જઈને પગમાં બેસી જતાં હોય છે અને કામ કઢાવવા આજીજી કરવાં લાગે છે. દુશ્મન કોને કહેવાય તેની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. ઘણા સજ્જન લોકોમાં દુશ્મનમાં જે ખૂબી હોય તેની જાહેરમાં પણ પ્રશંસા કરવાંની તાકાત ધરાવતા હોય છે.
મહાભારતના યુદ્ધ પછી પાંડવો અને કૌરવો બંને નર્કમાં ગયા હતા. સૌથી પહેલાં દુર્યોધન ગયા હતા. અને તે ત્યાં નર્કમાં ખૂબ પીડાતા હતા જ્યારે ત્યાંથી ધર્મરાજા યુધિષ્ઠિર ગયા અને તેમને દુર્યોધનને પીડાતો જોઇને તેમને દયા ઉપજી તેમને કહ્યું ચાલો ભાઈ મારી સાથે સ્વર્ગમાં તમને મારી સાથે લઈ જાઉ પણ દુર્યોધન કહે છે હુ આપની સાથે આવુંતો તમારો ધર્મ લાજે. છેવટે ભગવાન ક્રુષ્ણે કહ્યું દુર્યોધન હવે તો મારી સાથે સ્વર્ગમાં આવશોને ? ત્યારે દુર્યોધન તૈયાર થાય છે. અને અત્યારના સમયમાં લોકો જાહેરમાં બીભસ્ત બોલે અને તેના થોડા જ સમયમાં જરૂર પડે વાહ વાહ બોલતા હોય છે
આવા લોકોને સમાજમાં કોઈ એક વ્યક્તિ પણ દિલપૂર્વક માન સન્માન આપતી નથી કેમ કે જો તેમને માન આપે છે તો બીજા તેમનો વિશ્વાસ કરતાં નથી.
Vishvas Chaudhary