થોડા દિવસ પહેલા ની વાત છે....આ વખતે મહોરમ ને ગણેશ સ્થાપના બધું સાથે જ હતું...આમ તો હું મુસ્લિમ પણ મઝહબ (ધર્મ) ના જાત ભાત માં નથી માનતી...તો હું ગણેશજી ની પ્રસાદી લેવા માટે ગઈ હતી...ત્યાં જ બે માસી ને વાત કરતા સાંભર્યા...એક કહે કે અમે તો મહોરમ ની સિરની(પ્રસાદી) આપી જાય તો ફેંકી દઈ...જમતા નથી...મારા થી એ સંભળાનું નહિ....ત્યાં જ હું બોલી માસી પ્રસાદી ફેંકવા માટે નથી બધા ધર્મ સરખા જ હોય છે...અને અનાજ નું અપમાન કરવું એ બધા ધર્મ માં પાપ જ છે.....જો તમારે ન ખાવી હોય તો જરૂરતમંદ ને આપી દેજો...ફેંકતા નહીં...માસી કાંઈ બોલ્યા નહીં...પણ સમજી ઘણું ગયા...#gandhigiri ....