'હું ' મૂકીને હરિને આરાધી જો,
પછી ના મળે તો મને કહેજે.
નયનને વિયોગે વરસાવી જો,
પછી ના મળે તો મને કહેજે.
આશા તૃષ્ણાને તું વિદારી જો,
પછી ના મળે તો મને કહેજે.
શ્વાસે શ્વાસે એને સંભારી જો,
પછી ના મળે તો મને કહેજે.
ઉરના ધબકારે એને રટી જો,
પછી ના મળે તો મને કહેજે.
દીનદુઃખીમાં એને તું ભાળી જો,
પછી ના મળે તો મને કહેજે.
તારાં વર્તનમાં સચ્ચાઈ લાવી જો,
પછી ના મળે તો મને કહેજે.
કિન્નાખોરી દિલમાંથી નિવારી જો,
પછી ના મળે તો મને કહેજે
અંતરમાં જ એને તું વિચારી જો,
પછી ના મળે તો મને કહેજે.
સેવા માતપિતા તણી તું કરી જો,
પછી ના મળે તો મને કહેજે.
દ્રઢ ભરોસો એનો તું સ્થાપી જો,
પછી ના મળે તો મને કહેજે.
જનેજનમાં જનાર્દન પરખી જો,
પછી ના મળે તો મને કહેજે.
સાચું સુખ તું સંતોષમાં માની જો,
પછી ના મળે તો મને કહેજે.
પ્રત્યેક પરિસ્થિતિ પ્રસાદી ગણી જો,
પછી ના મળે તો મને કહેજે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.