#Gandhigiri
થોડાં વર્ષો પહેલાં મારા ૩ વર્ષના નાના દિકરાને લઇને ડ્રાઇવઇન સિનેમામાં મુવી જોવા ગયા.રમતમાં દિકરાએ બાજુમાં નીચે બેસીને નાસ્તો કરી રહેલ એક ફેમિલીની ડીશમાં માટી નાખી દીધી.એ નાનો તો કશું સમજે તે પહેલા તે ફેમિલીએ અભદ્ર વર્તન શરૂ કરી દીધું અમારી સાથે.તેમનો ગુસ્સો બિલકુલ અયોગ્ય નહોતો પણ બાળકને લઇને ખરાબ વર્તન કર્યું તે યોગ્ય ન ગણાય મારા મતે! મેં તરત મારા પતિને કહ્યું કે તેમને માટે બીજો નાસ્તો લઇ આવે,અને તેમને કહ્યા વગર.અમે "સોરી" કહીને તેમને બીજો નાસ્તો તથા આઇસક્રીમ પણ આપ્યા.તેઓ જોતા રહી ગયા અને અમને પોતાના વર્તન બદલ શરમ અનુભવે છે તેવું કહી ખુશ થયાં!!!