વલસાડ સ્ટેશને ટ્રેનની રાહ જોતો હતો ત્યાં એક ભાઈને કચરો ફેંકતા જોયા. વેફરનું પડીકું ખાલી કરી એમણે બે ટુકડા પ્લેટફોર્મ પર ફેંક્યા કે મેં તરત કહ્યું, ‘સરજી, યે ગલત હૈ. સ્વચ્છતા કા ઠેકા સિર્ફ સરકાર ને લે રખ્ખા હૈ ક્યા?’
ભાઈ બાઘ્ઘાની જેમ મને તાકી રહ્યા. આવી પ્રતિક્રિયા એમને કદાચ જીવનમાં પહેલીવાર મળી હતી. એ કચરો નહીં ઉપાડશે એવું લાગતાં મેં પેલા ટુકડા પૈકીનો એક ઉઠાવ્યો કે તરત એમની અંદરનો ‘માણસ’ જાગ્યો. ફટાક કરતાં ઝૂકીને એમણે બીજો ટુકડો ઉપાડી લીધો, મારા હાથમાં રહેલો ટુકડો પણ લઈ લીધો. ‘સોરી’ તો ન કહી શક્યા પણ સ્માઇલ કરીને ડસ્ટબિનમાં કચરો ફેંકી આવ્યા. ગમ્યું.
#Gandhigiri