દિલથી રચાય લખાય મારી હર એક રચના.
દિલથી રહું પરોવી સ્પંદન હું લાગણી ભીના.
દિલથી કરું સંવાદ સીધો સ્પષ્ટ સંકોચ વિના.
દિલથી જોડું દિલ મળે જયાં પ્રેમ ફરેબ વિના.
દિલથી હું પાવન વ્યવહારમાં રાજનીતિ વિના.
"દિલ" કરે પ્રેમ બેસુમાર "દિલ" ને સ્વાર્થ વિના.
દક્ષેશ ઇનામદાર."દિલ"..