Gujarati Quote in Poem by Bhavna Bhatt

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*એક ઘડી* 27-9-2019

એક ઘડી જિંદગીમાં એવી પણ આવે છે ,
એ વખતે શું કરવું એ ક્યાં કંઈ સમજ પડે છે.

જિંદગી જીવવામા મૃત્યુ આવી ઉભું રહે છે,
આપણાથી ત્યારે ક્યાં કંઈ સમજી શકાય છે.

સારા કે નરસા એ પ્રસંગ ક્યાં ભુલી જવાય છે,
એવી ઘડી કોઈને દેજે ન ઓ ઈશ્વર એ અરજ છે.

એવા દુખદ અનુભવો કે જે ભૂલી શકાય ક્યાં છે,
ભાવનાઓની ઉર્મિઓ બધી આમ જ વહી જાય છે.

કેટલીક ઘટનાઓમાં સ્તબ્ધ થઈને રહી જવાય છે,
છે ક્યાં સમય પર પકડ તે એમ રોકી શકાય કંઈ છે.

આવી આકરી ઘડીમાં જ પોતાનાની પરખ થાય છે,
આમ જ સમય સંબંધો ના સાચા મૂલ્ય સમજાવે છે...
ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Poem by Bhavna Bhatt : 111261991
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now