#ગાંધીગીરી
છ મહિના થી મારા ડિપાર્ટમેન્ટ માં બદલી થઈ ને આવેલાવોરા સાહેબ સાથે રોજ બોલવાનું થતું. મને ટાઇપ કરવા આપે અે બધા કાગળ માં માત્ર શોર્ટ ફોર્મ માં જ લખે.મને સમજ જ ના પડે. હું પૂછવા જઉં ને અે ચિડાય કે આટલા વર્ષ ની નોકરી પછી ય સમજી નથી શકતા અને હું અકળાઈ જાઉં કે હું બ્રહ્મજ્ઞાની નથી.
હવે કંઇક રસ્તો કાઢવો પડશે..આજ ના ટાઇપ કરવા આપેલા કાગળ પર મેં લખી ને મોકલ્યું,P.W.F.F. એમણે મને બોલાવી. આનો શું અર્થ ? મેં કહ્યું, પ્લીઝ રાઈટ ફૂલ ફોર્મ. બીજે દિવસે મેં લખ્યું, P. D. W.A.F.N.O. ફરી એમણે મને બોલાવી,મે કહ્યું, પ્લીઝ ડોન્ટ રાઈટ અબ્રિવેશન ફ્રોમ નાવ ઓનવોડ્સ..
વોરા સાહેબ ભૂલ સમજ્યા , ફૂલ લખાણ કરી ને જ કાગળ ટાઇપ કરવા આપે છે. મારી તકલીફ ૪ દિવસ માં જ દૂર થઈ ગઈ અને માથાકૂટ નો અંત આવ્યો. ગાંધીગીરી કામ કરી ગઈ.