આભે...
પંખી બની આભે ઉડું,
રૂ જેવા વાદળા આભે અડું,
વાદળ વીંધી આભે માંડું ,
ઝીણું ઝીણું સંગીત....!
રાતે મુજને આભે દીસે,
ચાંદ તારાની મહેફિલ ,
ગણું પણ ગણાય નહિ,
તારલિયા આભે અગણિત!
તિમિર જાતા આભે ઉષા,
દીસે પ્રકાશ પૂંજ આભે,
મુજ હૃદયે ભાસ્યું તુજ..
તેજ ભરી આભે ઉડું ને,
ફરી ફરી જીવું હું....!
આભ જેવું બને હૃદય,
ને વરસે વાદળી પ્રેમની,
આભના તારલિયામાં વસું,
તુ શોધે ને આભે હસું હું....!
શ્રી
૨૬/૯/૧૮