ભક્તોનાં મૌનને પણ વાંચનારો હરિ તું!
ને એની પીડાને તત્ક્ષણ હરનારો હરિ તું!
તારે ક્યાં જરુરત છે ભાષા ઉકેલવાની?
નિજજનનાં અંતરને સમજનારો હરિ તું!
તને તો પરખાય છે ભાષા અશ્રુતણી હરિ,
ને પોકાર ઉરના સમયે સાભળનારો હરિ તું!
નથી દેર કે નથી અંધેર અબ્ધિવાસી પ્રભુ!
ટાણું સાચવવા કોઈ ભોગે આવનારો હરિ તું!
કરુણા તારી કિરતાર કેટલી હશે અખૂટ,
ભૂલી ભૂલોને ગુણમાત્રને ગણનારો હરિ તું!
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.