Gujarati Quote in Gandhigiri by Vishvas Chaudhary

Gandhigiri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગાંધીજી સત્ય અને અહિંસા ના પૂજારી તો હતા પણ તેમનાં વ્યવસાય માં પણ સત્યના પૂજારી હતાં.

ગાંધીજી ઈંગ્લન્ડમાં બૅરિસ્ટર ની ડિગ્રી મેળવીને વકીલાત શરૂ કરી અને વકીલાત છોડીને દેશને આઝાદી અપાવીને અમર બની ગયાં.

પણ ગાંધીજીનો એક પ્રસંગ જૂજ લોકોને જ ખબર છે. જ્યારે ગાંધીજી આફ્રિકામાં વકીલાત કરતાં હતાં ત્યારે તેઓ જે સત્ય હોય તેવાંજ કેસો હાથમાં લેતાં હતાં. અસત્ય હોય તેવી વ્યક્તિ ગાંધીજી ને ઘણાં રૂપિયાની પણ ઓફરો આવતી પણ તે ઠુકરાવી દેતાં પણ માત્ર જે સત્ય હોય તે જ કેસ હાથમાં લેતાં.

આમ ગાંધીજીની practic ત્યાં આફ્રિકામાં એટલી બધી જામી ગઈ કે ત્યાંના લોકો અને અંગ્રેજો પણ તેમને કેસો આપવા માંડયા. ત્યાં ના જજો પણ એવું માનતા કે જે કેસ ગાંધીજી પાસે હોય તેની તરફે જ judgement આપવું તેવું નક્કી કરી દેતાં.

નિર્દોષ લોકોને તો ત્યાં એમજ લાગતું કે ન્યાયાધીશ પાસે જવાનીજ જરૂર નથી આપણને ગાંધીજી જ કેસનો ચુકાદો આપી દેશે એમ માનતા. લગભગ પૂરા વિશ્વમાં વકીલાતના વ્યવસાય માં આવી પદ્ધતિથી વકીલાત કરી હોય તેવું ધ્યાન માં નથી. ધિગતી વકીલાત છોડી ને ભારત આવીને અહિંસા દ્વારા દેશને આઝાદી આપવી. એતો મહાત્મા ગાંધીજી જ કરી શકે.



Vishvas d Chaudhary

Gujarati Gandhigiri by Vishvas Chaudhary : 111261228

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now