Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનમાં ક્યારેય કદી ના વિસરાય ઉપકાર માબાપના.
વય વીતતાંને પછી જ એ સમજાય ઉપકાર માબાપના.

જન્મ આપીને ઉછેરી મોટા કર્યા વહાલ વરસાવી જેણે,
એની લાગણીને ઠેસ ન પહોંચાડાય ઉપકાર મા બાપના.

સ્વાર્થશૂન્ય વિચાર અને વ્યવહાર જેના પ્રતિદિન તણા,
માનવ સ્વરુપે સાક્ષાત દેવ ગણાય ઉપકાર માબાપના.

હિત સંતાનનું હરપળ જે વિચારે ખુદ પોતે સહીને પણ,
ત્યાગ જેનો અદભુત ઓળખાય ઉપકાર માબાપના.

શક્ય નથી પ્રતિ ઉપકાર કરવો એનું ૠણ ચૂકવવા કાજે,
સંતાનનું સારું દેખીને જે મલકાય ઉપકાર માબાપના.

મૂરત ઇશની છે જો સમજાય તો સાર એમાં જ રહ્યો,
પરમથી પણ અધિક જે મનાય ઉપકાર મા બાપના.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111261075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now